નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિતો પૈકી આશરે 30 ટકા જેટલા તબલીગી જમાતના હોવાનું સામે આવ્યું છે. જમાતી દિલ્હીથી વિવિધ ટ્રેનો દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોમાં પહોંચ્યા હતા. જમાતી જે રૂટ દ્વારા વિવિધ રાજ્યોમાં પહોંચ્યા તે પરથી તેમને શોધવામાં આવી રહ્યા છે. જે રૂટ પરથી જમાતીઓ તેમના સ્થાને પહોંચ્યા તેને કોરોનાના હોટ સ્પોટ માનવામાં આવે છે.

જમાતીઓ આંધ્રપ્રદેશ જતી દુરંતો એક્સપ્રેસ, ચેન્નઈ સુધી જતી ગ્રાંડ ટ્રેક એક્સપ્રેસ, ચેન્નઈ જતી તમિલનાડુ એક્સપ્રેસ, નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને એપી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સામેલ છે. આ ટ્રેનો દ્વારા વિવિધ રાજ્યોમાં જમાતી પહોંચવાની સાથે કોરોના વાયરસને પણ લેતા ગયા. જેનું પરિણામ હાલના દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યું છે.

ગૃહ મંત્રાલયે પણ દેશભરમાં તબલીગી જમાત સાથે સંકળાયેલી ગતિવિધિનું વિવરણ આપ્યું છે. જે પ્રમાણે જમાતે દેશભરમાં ધર્મ પ્રચારનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં સેંકડો દેશી-વિદેશી પ્રચારકો આવ્યા હતા.

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.