આ પહેલા સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ જઇ અમર જવાન જ્યોતિ પર શહીદોને સલામી આપી હતી. લાંસ નાયક નજીર અહેમદ વાનીને મરણોપાંત અશોકચક્ર એનાયત કરવામાં આવ્યો છે. ગણતંત્ર દિવસે 20 છોકરા અને 6 છોકરીઓ સહિત 26 બાળકોને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2019થી સન્માનિત કર્યા.
અહીં વિભિન્ન રાજ્યોની ઝાંખીઓ અને સૈન્ય દળ પોતાના પરાક્રમને પ્રદર્શન કરાયું. રાજપથ પર મોટર સાઇકલ પર સેનાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાઇક પર કેપ્ટન શિખા સુરભિએ રાષ્ટ્રપતિને સ્ટેન્ડિગ સેલ્યૂટ કર્યું હતું. જ્યારે છેલ્લે મોટર સાઇકલ પર 33 જવાનોએ માનવ પિરામિડ બનાવ્યું હતું. ત્યારે ફ્લાઇપાસ્ટમાં વાયુસેનાના હેલીકોપ્ટર અને વિમાનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજપથ પર ભારતે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. અહીં સેનામાં સામેલ નવા હથિયારોનું પણ પ્રદર્શન કર્યું. સાથે દુશ્મન દેશોને માત આપનાર હથિયારો પણ દુનિયાએ દેખાડ્યા. વાયુસેના આકાશમાં પોતાની તાકાત બતાવી હતી. વાયુસેનાએ અલગ અલગ ફોર્મેશને દુશ્મનને હવામાં માત આપે તેવા પોતાના વિમાનોનું પ્રદર્શન કર્યું.
અહીં અલગ અલગ રાજ્યના વિવધ ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતનાં ટેબલોમાં ઐતિહાસિક દાંડી યાત્રાને દર્શાવાઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરનાં ટેબલોમાં ગાંધીજીની સંસ્કૃતિક દર્શન કરાવાયા. પંજાબનાં ટેબલોમાં જલિવાયાલા બાગ નરસંહારની યાદ તાજા કરાવાઈ, અરુણાચલપ્રદેશનાં ટેબલોમાં ગાંધીજીની સ્વચ્છતાનો સંદેશો પાઠવવામાં આવ્યો. મહારાષ્ટ્રના ટેબલોમાં ભારત છોડો આંદોલન દર્શાવામાં આવ્યુ હતુ. રાજપથ પર સૌથી પહેલા સિક્કીમ અને ત્યારબાદ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહે ટેબલો પ્રદર્શન કર્યું હતું.