શ્રીનગર: દેશ આજે ગણતંત્ર દિવસનો ઉત્સવ મનાવી રહ્યો છે. ત્યારે કાશ્મીર ઘાટીમાં પોતાની નાપાક હરકતોને અંજામ આપી રહેલા બે આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. શનિવારે પ્રજાસત્તાક દિવસ પર પણ આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેમાં સીઆરપીફના પાંચ જવાન ઘાયલ થઇ ગયા છે. આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના પુલવામાના પંપોર અને ખાનમો વિસ્તારમાં હુમલો કર્યો હતો. આતંકીઓએ એસઓજી અને સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવ્યા હતા.
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સવાર સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ ચાલી હતી. અત્યાર સુધી બે આતંકીઓ ઠાર માર્યા છે. આ આતંકી જેશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના બતાવવામાં આવી રહ્યાં છે. આ આતંકીઓ ગણતંત્ર દિવસ પર મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.