નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છઠ્ઠીવાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી ભાષણ આપતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

સ્વતંત્રતા પર્વ પર આતંકી હુમલાના એલર્ટના પગલે રાજધાની દિલ્હીમાં સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, ટ્રાફિક પોલીસ, એનએસજી, સૈન્ય અને એસપીજીના કમાંડો તૈનાત કરવામાં આવ્યાં છે. સાથે જ આકાશમાંથી પણ સતત ચાંપતી નજર રાખવામાં આવશે. ગુપ્તચર વિભાગે આપેલા એલર્ટ બાદ લાલકિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસના હજારો કર્મીઓ અને અર્ધ સૈનિક બળોની ટુકડીઓ તૈનાત રહેશે.