મુંબઈ: આઝાદીની 73મી વર્ષગાંઠ અને રક્ષાબંધનનો તહેવાર આવતીકાલે એકસાથે છે. 15 ઓગસ્ટના દિવસે દેશવાસીઓ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહે છે. ત્યારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી.


મુંબઈ શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશન, મ્યુનિસિપાલ કોર્પોરેશન બિલ્ડીંગ સહિત અનેક જગ્યાએ ત્રિરંગા કલરથી લાઇટિંગ કરવામાં આવ્યું છે.જેની રોશનીથી બિલ્ડીંગો ઝળહળી રહી છે.


સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં દેશને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને લાભ થશે. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રિપલ તલાક જેવા અભિશાપ ખત્મ થયા બાદ આપણી દીકરીઓને પણ ન્યાય મળશે તથા તેમને ભયમુક્ત જીવન જીવવાનો અવસર મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીર અને લદાખ માટે તાજેતરમાં જ કરવામાં આવેલા બદલાવથી ત્યાંના લોકોને લાભ થશે. એ પણ એ તમામ અધિકારો અને સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે જે દેશના અન્ય ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને મળી રહ્યા છે. તેઓ હવે સમાનતાને પ્રોત્સાહન આપનારા પ્રગતિશીલ કાયદાઓ અને જોવગાઇઓનો ઉપયોગ કરી શકશે. શિક્ષણના અધિકારથી તમામ બાળકોને શિક્ષણ મળી રહેશે.