ચેન્નઈ: આઈઆઈટી મદ્રાસમાં અસ્થાયી રીતે લોકડાઉન લગાવ્યાના આગાલા દિવસે મંગળવારે 79 વધુ વિદ્યાર્થી અને સ્ટાફના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ આઈઆઈટી મદ્રાસમાં કોરોના સંક્રમિતનો આંકડો વધીને 183 પર પહોંચી ગયો છે. સાત ડિસેમ્બરે ચેન્નઈમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલાવાની મંજૂરી મળ્યા બાદ આઈઆઈટી મદ્રાસ કોરોના વાયરસનું સૌથી મોટુ હોટસ્પોટ તરીકે સામે આવ્યું છે.


તમિલનાડુમાં સ્વાસ્થ્ય સચિવ જે. રાધાકૃષ્ણને જણાવ્યું કે આઈઆઈટી મદ્રાસમાં એક દિસેમ્બરથી અત્યાર સુધીમાં કરવામાં આવેલા 978 ટેસ્ટમાંથી કુલ 183 લોકો સંક્રમિત થયા છે અને 25 ટેસ્ટના રિપોર્ટ આવવાના બાકી છે.

સોમવારે સંસ્થાના 104 લોકોમાં કોરોના વયારસ સંક્રમણની પુષ્ટી થઈ હતી. રાધાકૃષ્ણને કહ્યું કે સોમવારે તપાસ માટે કર્મચારીઓ અને અન્ય વિદ્યાર્થીઓના 539 ટેસ્ટ કર્યા હતા જેમાંથી 79 સંક્રમિતની પુષ્ટી થઈ છે. સંક્રમિત થનારામાં વધારે પડતા વિદ્યાર્થીઓ છે. તમામની સારવાર સરકારી હોસ્પિટલ કિંગ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિવેંટિવ મેડિસિન એન્ડ રિસર્ચમાં કરવામાં આવી રહી છે.