નવી દિલ્હીઃ જ્યારે કોઇ અસામાન્ય અને ચોંકાવનારા આર્ટ વર્કની વાત આવે, તો ઇન્ટરનેટ ક્યારેય તમને માયુસ નથી કરતુ. ક્યાંક ને ક્યાંક તેમને તેના વિશે વિચારવા મજબુર કરી જ દે છે. રશિયન આર્ટિસ્ટ સ્લાવા જેતસેવની બનાવેલી માસ્ટપીસ આર્ટની આ ક્લિપ એક બેસ્ટ ઉદાહરણ છે.


ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામા આવેલા સ્લાવા જેતસેવ સ્ટેપલ ગનથી આર્ટ બનાવતો દેખાઇ રહ્યો છે. ક્પિલ કેનવાસના ક્લૉઝ-અપ શોર્ટથી શરૂ થાય છે. આ ક્લિપમાં જેતસેસને મલ્ટીકલર સ્ટેપલનો ઉપયોગ કરતો જોવામાં આવી શકે છે. શરૂઆતમાં કંઇ ખબર નથી પડતી પણ થોડીવાર પછી એક કુતરુ દેખાય છે.



ક્લિપમાં જેતસેવ સ્ટેપલ્સની મદદથી એક કુતરાના ચિત્રને બનાવતો દેખાઇ રહ્યો છે. આ ક્લિપને 12 ડિસેમ્બરે શેર કરવામા આવી હતી, અને અત્યાર સુધી આને 34700થી વધુ વાર જોઇ ચૂકાઇ છે. લોકો આ ક્લિપ અને આર્ટની ખુબ પ્રસંશા કરી રહ્યાં છે.