પટના: બિહારના નવાદામાં બાળકો એક વૃક્ષ નીચે રમી રહ્યા હતા ત્યારે વીજળી ત્રાટકતા 8 બાળકોના મોત થયા છે. દુર્ઘટનામાં 10 બાળકો દાઝી ગયા છે. વીજળી પડવાના કારણે દાઝી ગયેલા બાળકોને બૌરી ખાતે આવેલા પ્રાથમીક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા છે. ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.


ધાનપુર ગામમાં બપોરે અંદાજે 25 બાળકો વૃક્ષો નીચે રમી રહ્યા હતા. આ દરમિયાન આકાશમાંથી વીજળી ત્રાટકી હતી. જેમાં 8 બાળકોના મોત થયા હતા, જ્યારે 10 જેટલા બાળકો ઘાયલ થયા છે.  જો કે ગ્રામ્યજનો તાત્કાલિક બાળકોને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ 8 બાળકોને મૃત જાહેર કરી દીધા હતા.