Aurangabad News: ઔરંગાબાદમાં જીતિયા સ્નાન દરમિયાન બુધવારે એક મોટી ઘટના બની. તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી આઠ બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકીને ગ્રામજનોએ બચાવી હતી. ઘટના બાદ બારુણ અને મદનપુરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામજનોની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં મેજિસ્ટ્રેટ શ્રીકાંત શાસ્ત્રી અને એસડીએમ સંતન કુમાર સિંઘની હાજરીમ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
મૃત બાળકોની ઓળખ થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, બારુણ બ્લોકના ઈઠહટ ગામમાં જીતિયા તહેવાર નિમિત્તે પાંચ બાળકો તળાવમાં નહાવા ગયા હતા અને નહાતી વખતે એક પછી એક બધા લપસી પડ્યા. જ્યારે સ્થાનિક બાળકોએ શોરબકોર કર્યો ત્યારે ઘણા ગ્રામજનો તળાવમાં કૂદી પડ્યા, પરંતુ તેઓને બચાવી શકાયા નહીં. મૃતક બાળકોની ઓળખ ગૌતમ સિંહની 9 વર્ષની દીકરી અને 11 વર્ષની દીકરી, ગુડ્ડુ સિંહની 12 વર્ષની દીકરી, મનોજ સિંહની 10 વર્ષની દીકરી સામેલ છે જ્યારે ધીરજ સિંહની 16 વર્ષની દીકરીને બચાવી લેવામાં આવી હતી.
તો બીજી તરફ, ઉપેન્દ્ર યાદવનો 10 વર્ષનો પુત્ર, વીરેન્દ્ર યાદવની 12 વર્ષીય પુત્રી, યુગલ કિશોરની 13 વર્ષની પુત્રી, સરોજ કુમાર યાદવની 12 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. મદનપુરના તળાવમાં જ્યારે આ અકસ્માતમાં જયપાલ યાદવની 13 વર્ષની પુત્રીને ગ્રામજનોએ બચાવી હતી.
મદનપુરમાં ચાર બાળકોના મોત
તે જ સમયે, મદનપુર બ્લોકના કુશા ગામમાં સ્થિત ખજૂર અહરમાં જિતીયામાં નહાવા ગયેલી મહિલાઓ સાથે પાંચ બાળકો ડૂબવા લાગ્યા, જેમાં એક બાળકીનો બચાવ થયો, જ્યારે ચાર બાળકોના મોત થયા. મૃતકોમાં સોનાલી કુમારી, નિલમ કુમારી, અંકજ કુમાર અને રાખી કુમારીનો સમાવેશ થાય છે. આ બંને બનાવથી સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
SDMએ કહ્યું કે જલ્દી વળતર આપવાની વાત કરી
એસડીએમએ કહ્યું કે મૃતકના પરિવારને વળતરની રકમ આપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. મૃતકના પરિવારજનોની હાલત રડી રડીને ખરાબ થઈગઈ છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો...