નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ત્રણ અન્ય વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. દિલ્હી કારમાં બ્લાસ્ટના કારણે 8 લોકોના મોત થયા છે. ડીડી ન્યૂઝે 8 લોકોના મોતની પુષ્ટી કરી છે.  આ મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. બ્લાસ્ટમાં આઠ કાર અને 2 રિક્ષાને નુકસાન થયું છે.  NSG-NIA ની ટીમો સ્થળ પર પહોંચી છે.

Continues below advertisement

Continues below advertisement

દિલ્હી ફાયર વિભાગે જણાવ્યું હતું કે, "લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના ફાયર વિભાગને અહેવાલ મળ્યા હતા. સાત ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે નજીકના ત્રણ વાહનોમાં આગ લાગી હતી. પરિસ્થિતિની તપાસ કરવા અને આગને કાબુમાં લેવા માટે ટીમો મોકલવામાં આવી છે."

મૃતકોના મૃતદેહને લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ (LNJP) ખાતે લઈ જવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 5-6 વાહનો સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે. 

ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે

ફાયર બ્રિગેડને સવારે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની એક ટીમે તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવા માટે ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટને કારણે ઘણા ઘાયલ લોકોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાલની પરિસ્થિતિ સૂચવે છે કે આ એક મોટું કાવતરું હોઈ શકે છે. દરમિયાન, નજીકના ચાંદની ચોક બજારને બંધ કરી દેવામાં આવ્યું છે. લાલની આસપાસનો સમગ્ર વિસ્તાર અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.