નવી દિલ્હી:  દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ  ફેલાયો હતો. આ વિસ્ફોટમાં બે થી ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા હતા. આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર થયો હતો.

Continues below advertisement

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાલ કિલ્લા પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ બાદ અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.

કારમાં વિસ્ફોટથી નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટ સમયે મોટી ભીડ હતી. હાલ તો કારમાં આ બ્લાસ્ટની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારામાં અફરાતફરીનો માહોલ છે. 

વિસ્ફોટ પછી કારમાં આગ લાગી ગઈ હતી.  જેના કારણે અન્ય ત્રણ વાહનો પણ લપેટમાં આવી ગયા. દિલ્હી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટમાં એક કે બે લોકો ઘાયલ થયા છે, જોકે પોલીસે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે કારમાં વિસ્ફોટ

દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, "લાલ કિલ્લા પાસે વિસ્ફોટ જેવો અવાજ થયો હોવાના ફાયર ડિપાર્ટમેન્ટને અહેવાલ મળ્યા હતા. સાત ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે નજીકના ત્રણ વાહનોમાં આગ લાગી હતી. પરિસ્થિતિની તપાસ કરવા અને આગને કાબુમાં લેવા માટે ટીમો મોકલવામાં આવી છે."

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટમાં બે થી ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડને સવારે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. પ્રારંભિક તપાસમાં આ ઘટના સામાન્ય વિસ્ફોટ નથી. દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાંથી આજે જ 2,900 કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યો છે.