નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આત્મઘાતી હુમલાને લઈને મોટો ખુલાસો થયે છે. હુમલાના માટે 80 કિલોગ્રામ RDXનો ઉપયોગ થયો હતો. અધિકારીઓએ આ સાથે જોડાયેલ જાણકારી શેર કરી છે. જણાવીએ કે હુમલા બાદ સરકારે નિર્ણય કર્યો છેકે જવાનોની મૂવમેન્ટની વચ્ચે તેના કાફલાની વચ્ચે સામાન્ય નાગરિકના વાહનો આવવા દેવામાં નહીં આવે. જણાવીએ સીઆરપીએફની 78 ગાડીઓના કાફલામાં જે બસ પર હુમલો થયો તેનો નંબર પાંચ હતો, આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા છે.




જોકે વિસ્ફોટ કેટલા જથ્થામાં હતો તેને લઈને અનેક શંકાઓ છે. ફોરેન્સીક વિભાગ હાલમાં આ મામલે તપાસ કરી રહ્યું છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદનો આ આત્મઘાતી હુમલો હતો. હુમલો કરનાર આતંકીનું નામ આદિલ અહમદ ડાર કહેવામાં આવી રહ્યું છે.