નવી દિલ્હીઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાં 40 જાવનો શહિદ થઈ ગયા છે. ત્યારે આખા દેશમાં શહિદ જવાનોના પરિવારને મદદ કરવા માટે દાનનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે સામાન્ય વ્યક્તિ પણ ઘરબેઠે દાન આપી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે નેશનલ ડિફેન્સ ફંડ બનાવ્યું છે.




ભારત સરકારે રાષ્ટ્રીય રક્ષાને પ્રોત્સાહન આપવા સ્વૈચ્છિક દાનની જવાબદારી લેવા અને તેના ઉપયોગ પર નિર્ણય લેવા પર રાષ્ટ્રીય રક્ષા ભંડોળ સ્થાપિત કર્યુ છે. આ ભંડોળ સશસ્ત્ર દળો (સશસ્ત્ર દળો સહિત)ના સભ્યો અને અર્ધ સૈનિક દળ સહિત તેમના આશ્રિતોના કલ્યાણ માટે વપરાય છે. આ ભંડોળ એક એક્ઝિક્યુટિવ કમિટીના વહીવટી નિયંત્રણમાં છે. આ સમિતિના ચેરમેન ખુદ વડાપ્રધાન હોય છે અને રક્ષા, નાણા અને ગૃહ મંત્રી તેના સભ્યો હોય છે.



રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ફંડનું એકાઉન્ટ રાખવામાં આવે છે. આ ભંડોળ જનતાના સ્વૈચ્છિક યોગદાન પર સંપૂર્ણપણે નિર્ભર છે અને તેને કોઈ પણ પ્રકારની બજેટ સહાય મળતી નથી. આ ફંડ માટે ઓનલાઇન સબ્સ્ક્રિપ્શન્સ સ્વીકારવામાં આવે છે.



આ પ્રકારનું યોગદાન pmindia.nic.in, pmindia.gov.in ની વેબસાઇટ અને SBI (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) ની વેબસાઈટ મારફતે www.onlinesbi.com દ્વારા કરી શકાય છે. તેના માટે એકાઉન્ટ નંબર 11084239799 છે જે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયન, ઇન્સ્ટિટ્યુશનલ ડિવિઝન, ચોથો માળ, સંસદ સ્ટ્રીટ, નવી દિલ્હીમાં સ્થિત છે. આ ફંડનો PAN નંબર AAGN0009F છે. ઉપરાંત તમે bharatkeveer.gov.in પર જઈને પણ સીધા જ શહિદ જવાનના ખાતામાં રૂપિયા જમા કરાવી શકો છો.