તમિલનાડુના રાજભવનના 84 કર્મચારી કોરોનાથી સંક્રમિત મળી આવતા હાહાકાર મચી ગયો હતો. જેમાં સુરક્ષાકર્મી અને ફાયર વિભાગના કર્મચારીઓ છે. આટલી મોટી સંખ્યમાં કર્મચારીઓ સંક્રમિત મળી આવ્યા બાદ રાજભવનની સાફ-સફાઈ અને સેનિટાઇઝેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજભવનના 147 કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 84 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સંક્રમિતોમાંથી કોઈ પણ રાજ્યપાલ કે અન્ય ઉચ્ચ અધિકારીના સંપર્કમાં આવ્યા નહોતા. સંક્રમિત લોકોને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,86,492 છે. રાજ્યમાં 3,144 લોકોના મોત થયા છે. 1,31,583 લોકો સાજા થઈ ગયા છે અને 51,765 એક્ટિવ કેસ છે.
આ રાજ્યમાં માસ્ક નહીં પહેરો તો ફટકારાશે એક લાખનો દંડ, કેબિનેટે આપી મંજૂરી