દેહરાદૂરનઃ ઉત્તરરાખંડમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં હાલમાં જ સ્કૂલો ખોલવામાં આવી હતી અને ત્યાર બાદ શિક્ષકો કોરોના ઝપેટમાં આવી ગયા છે. પૌડી જિલ્લામાં એક સાથે 80 સરકારી શિક્ષકો કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

આટલી મોટી સંખ્યામાં શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ 5 બ્લોકની 84 શાળા 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે. જણાવીએ કે મરીજ, પૌડી, પાબો, કોટઅને ખિર્સૂ બ્લોકની શાળા બંધ કરવામાં આવી છે.


રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અમિત નેગીએ કહ્યું કે, હાલમાં 13 જિલ્લાના ડીએમે ઓન ડ્યૂટી સ્કૂલના શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરાવવાના આદેશ આપ્યા છે.