નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં એક આતંકીને ઠાર મરાયો છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે આ અથડામણ પંપોરના લાલપોરા વિસ્તારમાં થઇ હતી, ગઇકાલે આતંકીઓએ બે અલગ અલગ જગ્યાએ આતંકી હુમલા કર્યા હતા, જેમાં એક નાગરિકનુ મોત થઇ ગયુ અને એક ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યુ કે, પંપોરમાં ચાલી રહેલી અથડામણમાં એક અજાણ્યા આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ પહેલા પોલીસના એક અધિકારીને આતંકી હુમલામાં જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ત્રાલ વિસ્તારમાં પંજબા ગામ અને કાકાપુરા વિસ્તારના વાનપુરામાં આતંકીઓએ ગોળીબારી કરી હતી, જેમાં એકનુ મોત થઇ ગયુ હતુ, અને ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.



પોલીસે જણાવ્યુ હતુ કે ત્રાલ વિસ્તારમાં પંજવા ગામમાં મોહમ્મદ અયુબ અહંગર નામના એક દુકાનદારને આતંકીઓએ ગોળી મારી દીધી, આનાથી તેનુ મોત થઇ ગયુ હતુ.

પોલીસે જણાવ્યુ કે, બીજી એક ઘટનામાં આતંકીઓએ કાકાપુરા વિસ્તારના વાનપુરામાં એક ટેક્સી ડ્રાઇવર મોહમ્મદ અસલમને ગોળી મારીને ઘાયલ કરી દેવામાં આવ્યો હતો. અસલમના ડાબા હાથમાં ગોળી વાગી છે, અને તેને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો છે.