ઉત્તરાખંડઃ 9 મહીનાના બાળકે આપી કોરોના વાયરસને માત, રાજ્યમાં સૌથી ઝડપથી ઠીક થવાનો રેકોર્ડ બનાવ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Apr 2020 12:50 PM (IST)
રાજ્યની રાજધાની દેહરાદૂનમાં છેલ્લા સપ્તાહે એક નવ મહિનાના બાળકને આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા પ્રકોપની ચિંતાઓની વચ્ચે ઉત્તરાખંડમાં એક નવ મહિનાના બાળકે કોરોના વાયરસને માત આપી છે. તેની સાથે જ આ બાળકે રાજ્યમાં કોરોના વાયરસથી સૌથી ઝડપથી ઠીક થવાનો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યની રાજધાની દેહરાદૂનમાં છેલ્લા સપ્તાહે એક નવ મહિનાના બાળકને આ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો હતો. ત્યાર બાદ તેને દૂન મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યો. કોરોના વિરૂદ્ધ આ જંગમાં બાળકે હાર ન માની અને ડોક્ટરે પણ હાર ન માની. માત્ર છ દિવસમાં બાળકને કોવિડ 19મે માત આપી દીધી. બાળકના સતત બે રિપોર્ટ નેગેટિવ આવ્યા, ત્યાર બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. શહેરની ભગત સિંહ કોલોનીની એક મસ્જિદમાં કામ કરનાર વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હતી. જેના સંપર્કમાં આવવાથી આ વાયરસે નવ મહિનાના બાળકને પણ પોતાની ઝપેટમાં લઈ લીધો. બાળકને છ દિવસમાં ઠીક કરીને ડોક્ટર્સે પણ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે આ પહેલા એક ટ્રેની આઈએફએસ પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો હતો અને તેને ઠીક થવામાં સાત દિવસનો સમય લાગ્યો હતો. આ રાજ્યમાં સૌથી વધારે ઝડપથી ઠીક થવાનો રેકોર્ડ હતો, પરંતુ નવ મહિનાના બાળકે છ દિવસમાં ઠીક થઈને નવો રેકોર્ડ બનાવ્યો છે.