નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવામાં મદદ મળી રહી છે, સરકારે દાવો કર્યો હતો કે લૉકડાઉનથી દેશમાં ફાયદો થયો છે. ખાસ કરીને સ્પીડ અને ડબલ થવાનો રેશિયો એકદમ ઘટી ગયો છે.
દેશની જાણીતી ડેટા એનાલિસ્ટ પ્રૉફેસર શમિકા રવિ અનુસાર લૉકડાઉન લાગુ થયા પહેલા ભારતમાં કોરોનાના કેસ જે દર ચાર દિવસે ડબલ થતા હતા, તે હવે 12 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે, શમિકા રવિનો દાવો છે કે, જો લૉકડાઉન ના કરવામાં આવ્યુ હોય તો 22 એપ્રિલથી દેશમાં કોરોના સંક્રમિતો લોકોની સંખ્યા પાંચ લાખ છત્રીસ હજાર હોતી, જે હાલ 21 હજાર 700 છે.
- 78 જિલ્લામાં 14 દિવસથી નવો કેસ નથી નોંધાયો
- 291 જિલ્લામાં ક્યારેય કોઇ કેસ નથી આવ્યો
- 24 કલાકમાં 388 લોકો સાજા થયા
- કોરોનાથી સાજા થવાનો દર 19.89 ટકા છે
- અત્યાર સુધી 4 હજાર 257 લોકો સાજા થઇ ચૂક્યા છે
- ટ્રાન્સમિશન રોકવા અને ડબલિંગ રેટને ઓછો કરવામાં સફળતા મળી
નોંધનીય છે કે, હાલ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21 હજારને પાર પહોંચી ગઇ છે, જેમાં 4324 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે. 686 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
સૌથી ઝડપથી થતાં રાજ્યોમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે દિલ્હી છે.
કોરોના પર કાબુઃ દેશના 78 જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી નથી નોંધાયો એકપણ કેસ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2020 10:19 AM (IST)
દેશની જાણીતી ડેટા એનાલિસ્ટ પ્રૉફેસર શમિકા રવિ અનુસાર લૉકડાઉન લાગુ થયા પહેલા ભારતમાં કોરોનાના કેસ જે દર ચાર દિવસે ડબલ થતા હતા, તે હવે 12 દિવસમાં ડબલ થઇ રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -