બિહારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 148 જ્યારે ઓડિશામાં 83 કેસ નોંધાયા છે. ઝારખંડમાં 49, ઉત્તરાખંડમાં 46, હિમાચલ પ્રદેશમાં 40, છત્તીસગઢમાં 36, આસામમાં 35 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. તે સિવાય ગોવા અને પુંડુચેરીમાં સાત-સાત કેસ નોંધાયા હતા. મણિપુર અને ત્રિપુરામાં બે-બે દર્દીઓ જ્યારે મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
દેશમાં સૌથી વધુ 5652 કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. બાદમાં ગુજરાતમાં 2407, દિલ્હીમાં 2248, રાજસ્થાનમાં 1890, મધ્યપ્રદેશમાં 1695 તમિલનાડુમાં 1629, ઉત્તર પ્રદેશમાં 1509, તેલંગણામાં 960, આંધ્રપ્રદેશમાં 895 કેસ નોંધાયા હતા.