સરકારે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણને લઈને અત્યાર સુધીમાં બે લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે જે ગતિએ ટેસ્ટ કરીએ છીએ, આપણી પાસે એક સ્ટોક છે જેની સાથે આપણે આગામી છ અઠવાડિયા માટે સરળતાથી ટેસ્ટ કરી શકીએ છીએ. ચીન તરફથી COVID19 કિટનો પ્રથમ જથ્થો 15 એપ્રિલના રોજ ભારત આવશે.
તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. દેશભરમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે 14 એપ્રિલ સુધીનું લોકડાઉન છે. કાલે પ્રધાનમંત્રી મોદી તેને આગળ વધારવાને લઈને નિર્ણય કરી શકે છે.