નવી દિલ્હીઃ દેશનુ પ્રથમ કોરોના ક્લસ્ટર આગરા ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે, કોરોના વાયરસના કેસો આગરામાં સતત વધી રહ્યાં છે. અહીં પૉઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 138 થઇ ગઇ છે. આજે રિપોર્ટમાં 35 નવા કેસો સામે આવતા સરકાર ચિંતામાં મુકાઇ છે.
આગરા ફરીથી કોરોનાનુ ઘર બનતુ દેખાઇ રહ્યું છે, ગઇકાલે અહીં 104 દર્દીઓ હતા, જેમાં આજે વધુ 35 દર્દીઓ સામે આવતા સંખ્યા વધીને 138 પહોંચી ગઇ છે.
આ મામલે આગરાના પારસ હૉસ્પીટલ, ફતેહપુર સીકરના ગાઇડ જાવેદ અલી અને ડૉ પ્રમોદ મિત્તલના સંપર્કમાં આવનારી સંખ્યા ખુબ મોટી છે. આજે જો પૉઝિટીવ કેસો નોંધાયા છે તેમાના આઠ જમાતી છે. આગરામાં કુલ 138 દર્દીઓમાંથી 60 દર્દીઓ જમાતી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની વધતી સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં જે 15 જિલ્લાઓના હૉટસ્પૉટને પુરેપુરા સીલ કરવાનો નિર્ણય લીધો છે, તેમાં આગરા પણ સામેલ છે. ખાસ વાત છે કે યુપીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.
દેશનુ પહેલુ ક્લસ્ટર આગરા ફરીથી બન્યુ કોરોનાનું ઘર, સામે આવ્યા 138 પૉઝિટીવ દર્દીઓ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2020 02:37 PM (IST)
આગરા ફરીથી કોરોનાનુ ઘર બનતુ દેખાઇ રહ્યું છે, ગઇકાલે અહીં 104 દર્દીઓ હતા, જેમાં આજે વધુ 35 દર્દીઓ સામે આવતા સંખ્યા વધીને 138 પહોંચી ગઇ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -