ગુવાહાટીઃ દેશના ઉત્તર અને પૂર્વ પટ્ટીમાં પડેલા ભારે વરસાદથી તબાહી મચી ગઇ છે. આસામમાં બુધવારે ભારે પુરથી સાત લોકોના મોત થયાના સમાચાર છે, અને 26 જિલ્લામાં લગભગ 36 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થઇ ગયા છે. આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે કહ્યું કે, મોરિગાંવ જિલ્લામાં ત્રણ લોકોના મોત થઇ ગયા છે જ્યારે બારપેટામાં બે, સોનિતપુર અને ગોલાઘાટ જિલ્લામાં એક-એક વ્યક્તિનુ મોત થઇ ગયુ છે.


આસામમાં પુર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 92 લોકોના મોત થઇ ચૂક્યા છે. પુરથી 66 લોકોના મોત થયા છે જ્યારે 26 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયુ છે.

ધેમાજી, લખીમપુર, બિશ્વનાથ, સોનિતપુર, દરાંગ, બક્સા, નલબાડી, બારપેટા, ચિરાંગ, બોંગાઇગાવ, કોકરાઝાર, ધુબરી, શિવસાગર, ડિબ્રુગઢ સહિતના કેટલાય અન્ય જિલ્લાઓ પુરથી પ્રભાવિત છે.

મુખ્યમંત્રી સર્વાનંદ સોનીવાલે જોરહાટ જિલ્લાની એક સ્કૂલમાં લગાવવામાં આવેલી રાહત કેમ્પની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરી હતી. એએસડીએમએ એ જણાવ્યુ કે 3376 ગામ પાણીમાં ડુબેલા છે, અને 1,27,647.25 હેક્ટર કૃષિ જમીન પર ઉભો પાક બરબાદ થઇ ગયો છે.

પુરના કારણે કાજીરંગા નેસનલ પાર્ક ખરાબ રીતે અસગ્રસ્ત થયુ છે. રાજ્યના વન અધિકારીઓ પ્રમાણે, પુરના કારણે આ જંગલમાં 66 જાનવરોના મોત થઇ ગયા છે, જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોથી 117 જાનવરોને બચાવી લેવામાં આવ્યા છે.