બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 22 જુલાઈ સવાર સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આજે બેંગલુરુના પોલીસ કમિશ્નરે લોકડાઉન ખતમ થવા સુધી ઓનલાઇન દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.


આ સંપૂર્ણ લોકડાઉન બેંગલુરુમાં મંગળવાર રાતે 8 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 22 જુલાઈ સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. કોરોના સંક્રમણને જોતાં સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત 11 જુલાઈના રોજ કરવામાં આવી હતી.


આજે કર્ણાટકના ગૃહ મંત્રી બાસવરાજ બોમ્બઈએ કહ્યું, સંક્રમણની કડી તોડવા માટે લોકડાઉન જરૂરી પગલું છે અને લોકો પણ તેનું મહત્વ સમજ્યા છે. પોલીસને લોકડાઉન લાગુ કરાવવા બળ પ્રયોગ ન કરવો પડે તેવી લોકોને તેમણે અપીલ કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, અત્યાર સુધીમાં કર્ણાટકમાં કોરોના સંક્રમણના 44,077 મામલા નોંધાયા છે અને 842 લોકોના મોત થયા છે. જ્યારે 17,390 લોકો સાજા થઈ ગયા છે. બેંગલુરુ શહેર જિલ્લામાં સંક્રમણના સૌથી વધારે 20,696 કેસ છે.

Jio અને Googleની પાર્ટનરશિપને લઈ મુકેશ અંબાણીએ શું કર્યો મોટો ખુલાસો ? જાણો વિગત

કોરોના મુદ્દે મોટા સમાચાર, ગુજરાતની કઈ ફાર્મા કંપનીએ કોરોનાની રસીના માણસો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા ?

દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટા આકર્ષણ એવા આ રાજ્યમાં પણ આવતી કાલથી લોકડાઉન, જાણો વિગત