ખિસકોલીમાં બુબોનિક પ્લેગનો પોઝિટિવ કેસ
અહેવાલ અનુસાર મંગળવારે જેફરસ કાઉન્ટીમાં સ્વાસ્થ્ય વિભાગે 15 ખિસકોલી મૃત મળી આવી હોવાની જાણકારી મળી હતી. સ્થલ પર પહોંચીને જ્યારે અધિકારીઓએ ખિસકોલીની તપાસ કરી તો બુબોનિક પ્લેગનો પોઝિટિવ કેસ સામે આવ્યો. તેમણે અન્ય ખિસકોલીના પણ પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરી છે. અધિકારીઓએ નિવેદનમાં કહ્યું કે, “સંક્રમિર બીમારીનું કારણ યર્સિનિયા પેસ્ટિસ (Yersinia Pestis) નામના બેક્ટીરિયા છે.” યર્સિનિયા પેસ્ટિસ એક જૂનોટિક બેક્ટીરિયા હોય છે જે સામાન્ય રીતે નાના સ્તનધારી જીવો અને નાના જંતુમાં જોવા મળે છે. આ બીમારી સામાન્ય રીતે નાના જંતુઓને કરડવાથી થાય છે જે સંક્રમિત પ્રાણી જેમ કે ઉંદર, સસલા, ખિસકોલી, બિલાડીના ભોજન પર આધાર રાખે છે. ઘરમાં પાળવામાં આવતી બિલાડીને પ્લેગના શંકાસ્પદ જાનવર માનવામાં આવે છે.
સ્વાસ્થ્ય વિભાગે પશુ માલિકોને સાવચેત રહેવા કહ્યું
અધિકારીઓએ જણાવ્યું કે, એન્ટીબાયોટિક દવાઓથી સારવાર ન કરાવવા પર બિલાડી મરી પણ શકે છે. નિવેદન અનુસાર પ્લેગ માટે કુતરા સંવેદનશીલ જાનવર નથી. જોકે શ્વાન પ્લેગથી સંક્રમિત નાના જંતુના વાહક હોઈ શકે છે. અધિકારીઓએ જંગલી જાનવરોની જનસંખ્યાની નજીક રહેનારા પાલતુ જાનવરોના માલિકોને સલાહ આપી છે. તેમને કહેવામાં આવ્યું છે કે, જો તેમના પાલતુ જાનવરોમાં બીમારી હોવાની શંકા છે તો પશુચિકિત્સકોનો સંપર્ક કરવામાં આવે. અધિકારીઓએ પ્લેગથી બચાવ માટે અનેક સુરક્ષાત્મક ઉપાય જણાવ્યા છે. જેમાંથી એક ઉપાય એ છે કે જંગલી જાનવરોના ઠેકાણા અને ખાવાના સ્ત્રોત ખત્મ કરવામાં આવે. બીમાર અથવા મૃત જંગલી જાનવર અને ઉંદરને નજર અંદાજ કરતાં પશુ ડોક્ટરો પાસે નાના જંતૂ વિશે સલાહ લે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાત્મક ઉપાયગ અપનાવીને પ્લેગના ફેલાવાને ઓછી કરી શકાય છે.