નવી દિલ્હી: કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ આજે લોકસભામાં મોટર વાહન સંશોધન બિલ રજૂ કર્યું હતું. દેશમાં વધતી જતી રોજ અકસ્માતની ઘટનાઓને રોકવા માટે અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ બિલમાં ધણા પગલા ઉઠાવવામાં આવ્યા છે. રોડ સેફ્ટી સાથે જોડાયેલા નિયમોને કડક કરવાની સાથે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહન સંશોધન બિલ પ્રથમ વાર 2016માં લાવવામાં આવ્યું હતું.
નિતિન ગડકરીએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ડ્રાઈવિંગ લાઈસેંસ અને ટેક્સી એગ્રીગેટર્સની પરિભાષા જેવા નિયમો તરફ ધ્યાન આપ્યું છે.
1 - સીટબેલ્ટ અથવા હેલમેટ નહી પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા થઈ જશે.
2 - ઓવર સ્પીડિંગ માટે દંડ 500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવશે.
3 - દારૂ પીધા બાદ ગાડી ચલાવવા પર દંડ 2000 રૂપિયાથી વધારીને 10000 રૂપિયા કરી દેવામાં આવશે.
4 - આપાતકાલીન સેવાઓ માટે રસ્તો નહી આપવા પર 10000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
5 - દેશમાં કુલ ડ્રાઈવિંગ લાઈસેંસમાંથી 30 ટકાને બોગસ ગણાવ્યા છે. ડ્રાઈવિંગ લાઈસેંસ અને વાહનના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ હવે જરૂરી બનશે.
6 - રસ્તાઓ પર ખાડા અને તેની દેખરેખમાં ચૂકથી થનારી દુર્ઘટના માટે કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવશે.
7 - વર્તમાનમાં ડ્રાઈવિંગ લાઈસેંસ 20 વર્ષ માટે માન્ય ગણાય છે અને બિલનું ઉદેશ્ય તેને 10 વર્ષ ઓછુ કરવાનું છે.
8 - 55 વર્ષની ઉંમર બાદ પોતાના ડ્રાઈવિંગ લાઈસેંસની માન્યતા પાંચ વર્ષની રહેશે. લાઈસેંસની વેલિડિટિ ખત્મ થયા બાદ તેને એક વર્ષ સુધીમાં રિન્યૂ કરાવી શકાશે.
9 - જો કોઈ નાબાલિગ ગાડી ચલાવતા પકડાશે તો ગાડી માલિક અથવા તેના માતાપિતાને દોષીત માનવામાં આવશે. તેના માટે 25,000નો દંડ અથવા 3 વર્ષની સજાની જોગવાઈ છે.તેની સાથે ગાડીનું રજીસ્ટ્રેશન પણ રદ્દ કરવામાં આવી શકે છે.
10 - રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને વળતર પેટે 5 લાખ અને ગંભીર રીતે ઘાયલને 2.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે.
સીટબેલ્ટ અને હેલ્મેટ વગર ગાડી ચલાવશો તો થશે તોતિંગ દંડ, જાણો લોકસભામાં રજૂ થયેલા મોટર વાહન સંશોધન બિલની 10 મોટી વાતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2019 05:08 PM (IST)
રોડ સેફ્ટી સાથે જોડાયેલા નિયમોને કડક કરવાની સાથે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહન સંશોધન બિલ પ્રથમ વાર 2016માં લાવવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -