અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર બેંગલુરુની સૌથી મોટી કોરોના હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ 97% દર્દીના મોત થયા છે. આ ટકાવારી વિશ્વના સૌથી વધારે કોરોના મૃત્યુદરવાળા દેશોથી પણ વધારે છે.
રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 100 વર્ષ જૂની વિક્ટોરિયા હોસ્પિટલને બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (BMCRI)સાથે જોડીને શહેરની પ્રથમ કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી હતી. એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં હોસ્પિટલમાં કોરોનાથી કુલ 91 દર્દીના મોત થયા છે, તેમાંથી 89ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
બેંગલુરુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક વરિષ્ઠ અધિકારી અનુસાર હોસ્પિટલમાં કુલ 1500 કોરોના દર્દી દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી 91ને શ્વાસ લેવામાં વધારે તકલીફને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમાંથી 89ના મોત થઈ ગયા. જણાવીએ કે, બેંગલુરુની તમામ કોરોના હોસ્પિટલની સામે વિક્ટોરિયા હોસ્પિટલમાં સૌથી વધારે (50) વેન્ટિલેટર ઉપલબ્ધ છે.