જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણની વચ્ચે હવે કોંગ્રેસે બીજેપી પર એક ઓડિયો ટેપ જાહેર કરીને ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને બીજેપી પર કેટલાય સંગીન આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું કાલે સાંજે બે ઓડિયો ટેપ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે. ભંવર બોલી રહ્યાં છે એમાઉન્ટની વાત થઇ ગઇ છે, આની સાથે જ તેમને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરજેવાલે કહ્યું કે, કાલે 2 ઓડિયો ટેપ સામે આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે. ભંવર બોલી રહ્યાં છે કે એમાઉન્ટની વાત થઇ ગઇ છે. સંજય જૈન બોલી રહ્યાં છે કે સાહેબને બતાવી દીધુ છે.
સૂરજેવાલે કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપી સત્તા લૂંટવાની કોશિશ કરી રહી છે. પણ આ વખતે બીજેપીએ ખોટુ રાજ્ય પસંદ કર્યુ છે. બીજેપી અહીં ધારાસભ્યોની નિષ્ઠાને ખરીદવાનુ કાવતરુ રચી રહી છે. બીજેપી કોરોના મહામારીની વચ્ચે પ્રજાતંત્રનુ ચિરહરણ કરી રહી છે.
તેમને કહ્યું કે બીજી ઓડિયોમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનો અવાજ છે. આ ઓડિયોમાં પણ પૈસાને લઇને વાતચીત થઇ રહી છે. ગજેન્દ્ર શેખાવત વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ.
સુરજેવાલાએ આગળ કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલા શર્મા પર કેસ નોંધાવવો જોઇએ. તેમને બીજેપીની સાથે મળીને રાજ્ય સરકારને ગેરબંધારણીય રીતે પાડવાની કોશિશ કરી છે.
રાજસ્થાન તકરારઃ કોંગ્રેસે ઓડિયો ટેપ જાહેર કરીને બીજેપીના કયા નેતાઓ પર તોડજોડનો આરોપ લગાવ્યો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 11:38 AM (IST)
રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને બીજેપી પર કેટલાય સંગીન આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું કાલે સાંજે બે ઓડિયો ટેપ બહાર આવી છે. કોંગ્રેસ ધારાસભ્ય ભંવર શર્મા અને બીજેપી નેતા સંજય જૈનની વાતચીત સામે આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -