Crime News: 13 વર્ષની પૌત્રીએ દાદીનું ગળુ દબાવી કરી નાખી હત્યા, કારણ જાણીને આપ દંગ રહી જશો

પૌત્રીએ દાદીની હત્યા કર્યા બાદ તેમના પિતાને ફોન કરીને કહ્યું કે, દાદી બપોરથી ઘરેથી ગાયબ છે, બાદ એક ભરવાડના કારણે સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો અને ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી છે

Continues below advertisement

Crime News:યુપીના સિદ્ધાર્થનગરમાં 13 વર્ષની પૌત્રીએ તેના પ્રેમી સાથે મળીને દાદીની હત્યા કરી નાખી. લાશ ઘરની પાછળ જમીનમાં દાટી દીધી હતી. મંગળવારે જ્યારે ભરવાડોએ જમીનમાં અડધી દાટી ગયેલી લાશ જોઈને બૂમાબૂમ કરી  ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી. મૃતકનું નામ કોઈલી છે.

Continues below advertisement

યુપીના સિદ્ધાર્થનગરમાં, 13 વર્ષની પૌત્રીએ તેના પ્રેમી સાથે મળીને તેની દાદીની હત્યા કરી અને લાશને ઘરની પાછળ જમીનમાં દાટી દીધી. મંગળવારે જ્યારે  ભરવાડોએ જમીનમાં અડધી દાટી ગયેલી લાશ જોઈને બ એલર્ટ કર્યું ત્યારે ગ્રામજનો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી. પોલીસ જમીનમાં દટાયેલી લાશને બહાર કાઢવામાં વ્યસ્ત છે. મૃતકનું નામ કોઈલી છે.

મૃતકને બે પુત્ર છે. બંને પુત્રો બહાર રહીને મજૂરી કરે છે. મોટા પુત્રની 13 વર્ષની પુત્રી તેની દાદી કોઈલી સાથે ગામમાં રહે છે. તેમને ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. 20 ઓક્ટોબરની રાત્રે તેનો પ્રેમી તેના એક મિત્ર સાથે ગુપ્ત રીતે તેને મળવા આવ્યો હતો. દાદીએ  બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા. બાદ આ વાત બહાર ખુલ્લે નહી માટે તેમણે પ્રેમી સાથે મળીને  તેનું ગળું દબાવી હત્યા કરી હતી. કોઈને જાણ ન થાય માટે લાશને  છુપાવવા માટે  ઘરની પાછળ લઈ જઈને જમીનમાં દાટી દીધી હતી.

રાત્રે જ પૌત્રી  પિતા બલિરામ અને કાકા શિવરામને ફોન કરીને જાણ કરી કે તેની દાદી બપોરથી ઘરેથી ગુમ છે. આ સાંભળીને શિવરામ તરત જ ગામ જવા રવાના થઈ ગયા. 21 ઓક્ટોબરના રોજ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ઓછી ઉંડાઈને કારણે શરીરને સંપૂર્ણપણે જમીનમાં દાટી શકાયું નહોતું, પરિણામે તેમાંથી દુર્ગંધ આવવા લાગી. જ્યારે કેટલાક ભરવાડો દુર્ગંધની નજીક ગયા ત્યારે મૃતદેહનો કેટલોક ભાગ માટીની બહાર દેખાતો હતો

સમગ્ર મામલાની સત્યતા સામે આવતા. પૌત્રીએ તેના પ્રેમી અને તેના સાથી સાથે મળીને દાદીની હત્યા કરી લાશ છુપાવવાનો પ્રયાસ કર્યાનું કબુલ્યું હતું.  આ ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો

રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ

આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી

Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો

Flyover Bridge: અમદાવાદમાં 75 કરોડના ખર્ચે બનનારા વધુ એક ફ્લાયઓવર બ્રિજને મંજૂરી, આ ચાર એપ્રૉચને જોડશે

 

Continues below advertisement
Sponsored Links by Taboola