Bird Flu In India: અમેરિકાથી યુરોપમાં 'બર્ડ ફ્લૂ' ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન, ભારતમાં પણ આ રોગનો એક પોઝિટિવ કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. WHO અનુસાર, પશ્ચિમ બંગાળમાં એક 4 વર્ષનો બાળક આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. એવી શંકા છે કે પક્ષી સાથે વધુ પડતા સંપર્કને કારણે બાળકને ચેપ લાગ્યો હશે. 






બાળકને બર્ડ ફ્લૂ વાઇરલ થયા બાદ તબીબોએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.  આ મામલે પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. દીપાંકર માઝીએ કહ્યું કે અમે સ્વાસ્થ્ય સંબંધિત દેખરેખ માટે એક બેઠક યોજી છે. આ બેઠકમાં બર્ડ ફ્લૂના મુદ્દે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, અત્યાર સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂનો બીજો કોઈ કેસ નોંધાયો નથી. આ અંગે ચિંતા કરવા જેવું કંઈ નથી.  


ભારતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના બે કેસ નોંધાયા છે. આ પહેલા વર્ષ 2019માં પહેલો કેસ સામે આવ્યો હતો અને હવે બીજો કેસ સામે આવ્યો છે. આ ચેપ રોગના હળવા લક્ષણો દર્શાવે છે, પરંતુ WHOએ ચેતવણી આપી છે કે તે મનુષ્યો વચ્ચે ફેલાઈ શકે છે. તે મરઘાંમાં હાજર સૌથી વધુ વ્યાપક એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. ડબ્લ્યુએચઓએ તાજેતરમાં બર્ડ ફ્લૂને લઈને એલર્ટ જાહેર કર્યું હતું અને તેને વિશ્વ માટે એક મોટો અને નવો ખતરો ગણાવ્યો હતો. બર્ડ ફ્લૂ મોટાભાગે દરિયાઈ પક્ષીઓ, બતક, ચિકન વગેરેને ચેપ લગાડે છે. આ સિવાય તે સસ્તન પ્રાણીઓને ચપેટમાં લે છે.  સસ્તન પ્રાણીઓમાં આ ફેલાવાને કારણે WHOની ચિંતા ઘણી વધી ગઈ છે.


પહેલું એ છે કે થોડા દિવસો પહેલા મેક્સિકોમાં એક વ્યક્તિનું આ વાયરસને કારણે મોત થયું હતું. બર્ડ ફ્લૂના કારણે માનવ મૃત્યુનો આ પ્રથમ કેસ હતો. આ મૃત્યુ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બર્ડ ફ્લૂને લઈને વિશ્વભરમાં એલર્ટ જાહેર કર્યું હતું. થોડા દિવસો જ થયા છે અને હવે ભારતમાં પણ એક બાળકમાં આ વાયરસની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ બંગાળમાં 4 વર્ષના બાળકમાં H5N1 વાયરસ જોવા મળ્યો છે. આટલી ગીચ વસ્તીવાળા દેશમાં બર્ડ ફ્લુથી માનવ સંક્રમણ ચિંતાનો વિષય છે.


કારણ કે આ વાયરસ માણસોમાં સરળતાથી ફેલાતો નથી. વિશ્વભરમાં આ વાયરસથી માનવ સંક્રમણના માત્ર થોડા જ કેસ ભારતમાં નોંધાયા છે. એક કેસ 2019માં આવ્યો હતો અને એક હવે આવ્યો છે. સમગ્ર વિશ્વમાં પ્રાણીઓમાં બર્ડ ફ્લૂના કેસ વધી રહ્યા છે અને હવે માણસો પણ સંક્રમિત થઈ રહ્યા છે. નવા રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે.