રાંચીઃ નોકરી પર જ્યારે પ્રેમ હાવ થઇ જાય ત્યારે ગુનો જ આચરાય છે. આવો જ એક ચોંકવનારો કિસ્સો રાંચીમાંથી સામે આવ્યો છે. અહીં પોલીસવાળા ઘરે કામ કરતો ડ્રાઇવર પ્રેમ પ્રકરણમાં પોતાની પ્રેમિકા અને માલિકના પૈસા-કાર લઇને ફરાર થઇ ગયો હતો. જોકે, બાદમાં પોલીસ ફરિયાદ થતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

માહિતી પ્રમાણે, આ આશ્ચર્યચકિત કરી દેનારી ઘટના રાંચીની છે. અહીં એક પોલીસવાળાના ઘરે એક પ્રાઇવેટ કાર ડ્રાઇવર નોકરી કરતો હતો. આ ડ્રાઇવરને પોલીસના ઘરે કામ કરતી કામવાળી બાઇ સાથે પ્રેમ થઇ ગયો, અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો અને લાંબા સમયથી પ્રેમ લીલા ચાલી રહી હતી. બન્ને અનેકવાર ભાગીને લગ્ન કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જોકે પૈસાની તંગીના અભાવે આ શક્ય બની શક્યુ નહીં. પરંતુ એકવાર માલિક પોલીસ વાળાએ ડ્રાઇવરને પાંચ લાખ રૂપિયા ક્યાંક મોકલવા માટે આપ્યા ત્યારે તેની નિયત બગડી અને આ ઘટનાને અંજામ આપી દીધો.

પાંચ લાખ રૂપિયા પોતાની પાસે આવતા જ ડ્રાઇવરે પોતાની કામવાળી પ્રેમિકા, પાંચ લાખ રૂપિયા, અને માલિકની સ્કોર્પિયો કાર ત્રણેય લઇને તે ફરાર થઇ ગયો હતો. તે રાંચીથી કેમૂર ભાગી ગયો હતો.

જોકે, માલિકે પોલીસ કેસ કરતાં બાદમાં તેને ગાડીમાં લાગેલા જીપીએસના સહારે બિહારના એક ટૉલ પ્લાઝા પરથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે પાંચ લાખ અને સ્કૉર્પિયો કારને જપ્ત કરીને આરોપીની પુછપરછ શરૂ કરી દીધી છે. આ ઘટના અંગે પોલીસનુ કહેવુ છે કે જો કારમાં જીપીએસ સિસ્ટમ એક્ટિવ ના હોતી તો આરોપીને પકડવો મુશ્કેલ બની જાય. કેમકે આરોપી ધનબાદથી સીધો બિહાર ભાગી રહ્યો હતો.