નવી દિલ્હીમાં કોગ્રેસના કાર્યાલયમાં સાંજે અચાનક આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ કોગ્રેસના કાર્યાલય પહોંચી હતી અને અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
નવી દિલ્હી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલયમાં આજે સાંજે 7 વાગ્યાની આસપાસ લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. એસીમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ હતો જેના કારણે આગ લાગી હતી. કનોટ પ્લેસ ફાયર સ્ટેશનના પ્રેમ લાલે કહ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પ્રેમલાલે કહ્યું, “આજે સાંજે લગભગ 7 વાગ્યે કોંગ્રેસ કાર્યાલયમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એસીમાં ઇલેક્ટ્રિક ફોલ્ટ હતો જેના કારણે આગ લાગી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે, વધુ નુકસાન થયું નથી.
ઉનાળામાં આગની ઘટનાઓમાં વધારો
તાજેતરમાં દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ફેક્ટરી જૂતા બનાવતી હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરની પાંચ ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી.
Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો
ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા
Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય