વેંકેટેશ અય્યર આ હૉટ એક્ટ્રેસ પર થયો ફિદા, અય્યરે શું કૉમેન્ટ કરી તો બન્ને વચ્ચે અફેરની વાત આવી સામે, જાણો વિગતે

પ્રિયંકા જવાલકર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, તેને વર્ષ 2017માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ કલા વરમ આવી હતી.

Continues below advertisement

મુંબઇઃ ભારતીય ટીમના યુવા ક્રિકેટર વેંકેટેશ અય્યર હાલમાં આઇપીએલની સિઝન 15માં રમી રહ્યો છે, અને કોલકત્તાની મેચ પહેલા તે ફરી એકવાર પોતાની બેટિંગના કારણે નહીં પરંતુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી ગયો છે. ખરેખરમાં 27 વર્ષીય વેંકેટેશ અય્યરની એક ચેટ વાયરલ થઇ ગઇ છે જેને લઇને લોકો તેના રિલશનશીપને લઇને વાત કરી રહ્યાં છે. સામાન્ય રીતે વેંકેટેશ અય્યર સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ નથી રહેતો પરંતુ હાલમાં તેની ચેટે જબરદસ્ત હવા પકડી છે, તેની આ ચેટ ફિલ્મી એક્ટ્રેસ પરની છે. 

Continues below advertisement

ખરેખરમાં, ઇન્ડિયન પ્રીમિયર લીગની વચ્ચે વેંકેટેશ અય્યરે તેલુગુ એક્ટ્રેસ પ્રિયંકા જાવલકરની એક પૉસ્ટ પર કૉમેન્ટ કરી છે, વેંકેટેશ અય્યરે પ્રિયંકાની તસવીર પર 'ક્યૂટ' લખ્યુ, આ ક્યૂટ વાળી કૉમેન્ટ બાદ એક્ટ્રેસ અને અય્યર વચ્ચે ડેટિંગની વાતોએ હવા પકડી છે, જોકે, એક્ટ્રેસે પણ બાદમાં વેંકેટેશ અય્યરની કૉમેન્ટ પર રિપ્લાય આપ્યો હતો, એક્ટ્રેસે લખ્યુ- કૌન ? તમે ? આ રિપ્લાય બાદ સોશ્યલ મીડિયા ફેન્સ બન્ને વચ્ચે અફેર હોવાનુ માની રહ્યાં છે.  

પ્રિયંકા જવાલકર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, તેને વર્ષ 2017માં એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેની પહેલી ફિલ્મ કલા વરમ આવી હતી. આ પછી 29 વર્ષની પ્રિયંકાએ ટેક્સીવાલા, થિમારુસુ અને એસઆર કલ્યાણમંડપમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ.  


વેંકેટેશ અય્યરની વાત કરીએ તો અય્યર ભારતીય ટીમનો એક સ્ટાર ઓલરાઉન્ડર છે, જેને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં કેકેઆરે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બાદમાં આ વર્ષની હરાજીમાં કેકેઆરે તેને ફરી એકવાર 8 કરોડ રૂપિયા જેટલી મોટી રકમથી રિટેન કર્યો છે. ઘરેલુ મેચોમાં વેંકેટેશ અય્યર મધ્યપ્રદેશ માટે રમે છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola