હુગલીઃ પશ્ચિમ બંગાળમાં એક મદરેસામાં પઢાવી રહેલા શિક્ષક હાફિઝ મોહમ્મદ શાહરૂખ હલદરની સાથે કેટલાક ગુંડાતત્વોએ ટ્રેનમાં જબસદસ્તી, ગેરવર્તણૂક કરી હતી. મદરેસા ટીચરે આ મામલે જણાવ્યું કે, ટ્રેનમાં કેટલાક લોકોએ તેમને 'જય શ્રીરામ'નો નારો લગાવવાનું કહ્યું હતું. ના પાડવાની સાથે જ મારી સાથે મારામારી કરી અને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો. મદરેસા ટીચરે જણાવ્યું કે, તે દક્ષિણ 24 પરગના જિલ્લાથી હુગલી જઇ રહ્યાં હતા. આ ઘટના ગુરુવારની છે.


ટીચર હલદરે જણાવ્યું કે, 'હું ટ્રેનમાં હુગલી જઇ રહ્યો હતો. રસ્તાંમાં કેટલાક લોકો ટ્રેનમાં ચઢ્યા અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા. ત્યારબાદ મને પણ નારો લગાવવાનુ કહ્યું. જ્યારે મે ના પાડી દીધી તે મને મારવા લાગ્યા. કોઇએ પણ મને બચાવ્યો નહીં. ટ્રેન પાર્ક સર્કસ સ્ટેશન પર ઉભી રહી તો તે લોકોએ મને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દીધો. કેટલાક સ્થાનિકોએ મારી મદદ કરી હતી.'



ઘટનાને લઇને રેવલે પોલીસે જણાવ્યું કે, પીડિતને થોડી ઇજા થઇ છે. તેને ચિતરંજન હૉસ્પીટલમાં ભરતી કરાવાયો છે. પીડિતને યોગ્ય સારવાર મળી રહી છે. યાત્રા દરમિયાન તેની સાથે મારામારી થઇ છે. બે-ત્રણ લોકોએ તેની સાથે મારા મારી કરી હતી. ઘટનાની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઇ પકડાયુ નથી.

મદરેસા ટીચર હલદરે જણાવ્યું કે, આ ઘટના ટ્રેન નંબર 34531માં ઘટી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાં 'જય શ્રીરામ' બોલવાને લઇને મુસ્લિમ યુવકો સાથે મારામારીની ઘટના સામે આવી ચૂકી છે.