નવી દિલ્હીઃ આજથી બરાબર 44 વર્ષ પહેલા, 25 જૂન, 1975ના દિવસે દેશમાં ઇમર્જન્સી લગાવી દેવામાં આવી હતી. તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અડધી રાત્રે દેશભરમાં ઇમર્જન્સીની જાહેરાત કરી દીધી હતી, જે 21 માર્ચ, 1977 સુધી લાગેલી રહી હતી. આ ઇમર્જન્સી પર ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા અને મોદી સરકાર બધા પોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ એક વીડિયો ટ્વીટ કરીને ઇમર્જન્સીને યાદ કરી છે.
જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યુ કે, આજના દિવસે જ રાજકીય હિતો માટે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી હતી.
ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટ્વીટ કર્યુ કે આજના દિવસને દેશની સંસ્થાઓની અખંડતા બનાવી રાખવા માટે યાદ રાખો.