નવી દિલ્લી: કેટલાંક વર્ષોથી દેશની રાજધાની દિલ્લીની વચ્ચેવચ હરિયાલીના ઘિરે વિસ્તારમાં રહેલા 11 અશોક રોડ પર ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના દરેક કાર્યકર્તા પાર્ટીનું હેડક્વાર્ટરના રૂપમાં જાણતું છે. પાર્ટીના ઈતિહાસને જકળી રાખનાર આ બિલ્ડિંગમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી અને ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પાર્ટીની બેઠકો માટે અહીં આવ્યા કરતા હતા, અને આખા રસ્તા ઉપર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આ બન્ને દિગ્ગજ નેતાઓના ચહેરા જોવા મળતા હતા.


હવે માત્ર ફર્ક એટલો આવ્યો છે કે અહીં લાગેલા પોસ્ટરોમાં આ બન્ને દિગ્ગજોની સાથે સાથે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના હસતા ચહેરા જોવા મળે છે. પરંતુ હવે જલ્દીથી આ બધું ગાયબ થઈ જશે. કારણ કે બીજેપીનું હેડક્વાર્ટર લગભગ પાંચ કિલોમીટર દૂર બે એકરના પ્લોટમાં બનવા જઈ રહેલા ભવનમાં સ્થાનાંતરિત થઈ જશે. જે બીજેપીના વૈચારિક સંરક્ષક તરીકે જાણીતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા દીનદયાલ ઉપાધ્યાયના નામ પર બનેલ રસ્તા પર આવેલ છે.

આગલા અઠવાડિયે 18 ઓગસ્ટે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ નવા કાર્યાલયની આધારશિલા રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીને વર્ષ 2019માં થનાર સામાન્ય ચૂંટણી પહેલા આ ભવન પુરી રીતે તૈયાર થઈ જવાની આશા છે.

બીજેપીનું નવું ભવન વાઈ-ફાઈથી કનેક્ટ હશે, અને તેમાં કુલ 70 રૂમો હશે. જેમાં બે મોટો કૉન્ફરન્સ હૉલ અને ડિજિટલ લાઈબ્રેરી પણ હશે, જે તમામ રાજ્યોની રાજધાની અને જિલ્લા મુખ્યાલયોમાં રહેલી પાર્ટીની દરેક ઓફિસ સાથે જોડાયેલી રહશે. પાર્ટી અધિકારીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવા માટે કેન્ટીંગની સુવિદ્યા પણ બનાવવામાં આવશે.

બીજેપીના આ કૉમ્પ્લેક્સમાં 200 કારો માટે અંડરગ્રાઉંડ પાર્કિંગ બનાવવાની પણ યોજના છે. વર્તમાન પાર્ટી ઓફિલમાં કાર્યકર્તાઓએ પોતાની કારો બિલ્ડિંગ બહાર રસ્તા ઉપર ઉભી કરવી પડતી હતી, જેના કારણે ટ્રાફિકજામ થતો હતો.