નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં દિલ્હી પોલીસ જ સૌથી વધુ અસુરક્ષિત છે. દિલ્હીમાં પોલીસકર્મીને એક કાર ચાલક બૉનેટ પર ઘસેડીને લઇ ગયો, પોલીસ કાર રોકવાની કોશિશ કરતી રહી, પરંતુ ચાલક તેને બૉનેટ પર ઘસેડતા ઘસેડતા આગળ લઇ ગયો હતો. છેવટે કાર ચાલકે પોલીસકર્મીને રૉડ પર પટકી દીધો હતો. એબીપી ન્યૂઝને એક્સક્લૂસિવ આ ઘટનાની સીસીટીવી ફૂટેજ મળી છે. આ ઘટના 12 ઓક્ટોબરની ધૌલા કુંઆની છે.


આ રીતની ઘટના દિલ્હી પોલીસની સુરક્ષા અને ટ્રાફિક પોલીસની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કરે છે. ધોળાદિવસે ટ્રાફિકથી ભરેલા રૉડ પર એક કાર ચાલકે એક પોલીસકર્મીનો જીવ લેવાની કોશિશ કરી, આ ઘટનામાં ફક્ત પોલીસકર્મીનો જ જીવ જોખમમાં ન હતો મુકાયો, પરંતુ આજુબાજુ રસ્તાં પર રહેલા લોકોના જીવને પણ ખતરો ઉભો થયો હતો.

કાર ચાલક પકડાયો
રિપોર્ટ અનુસાર, આરોપી કાર ચાલક લગભગ 500 મીટર સુધી બૉનેટ પર પોલીસકર્મીને ઘસેડતો રહ્યો. તે સમયે રૉડ પર ભારે ટ્રાફિક હતો, પોલીસકર્મીની ભૂલ એટલી હતી કે, તેને કાર ચાલકને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા જોયા બાદ રોકવાની કોશિશ કરી હતી. પરંતુ ચાલકે કાર રોકવાની જગ્યાએ ફૂલ સ્પીડમાં ભગાવી દીધી. અત્યારે શિવમ નામના આ આરોપી કાર ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.