Mathura Balcony Collapse: ઉત્તર પ્રદેશના મથુરામાં બાંકે બિહારી મંદિર પાસે મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના દુસેત વિસ્તારમાં ત્રણ માળની જૂની ઇમારતની બાલ્કની અને દિવાલ ધરાશાયી થતાં લગભગ 12 લોકો ઘાયલ થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ખરેએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઇજાગ્રસ્તોને વૃંદાવનની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વરસાદના કારણે ત્રણ માળની ઈમારતની બાલ્કની ધરાશાયી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


ડીએમ પુલકિત ખરેએ જણાવ્યું કે જૂની ઈમારતની બાલ્કની અને દિવાલ ધરાશાયી થવાને કારણે પાંચ લોકોના મોત થયા છે. ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તેમણે કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે અને જેઓ ઘાયલ થયા છે તેઓને નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે અકસ્માતનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે.






SSP શૈલેષ પાંડેએ શું કહ્યું?


એસએસપી શૈલેષ પાંડેએ જણાવ્યું કે દુસાયત વિસ્તાર પાસે એક જૂનું ત્રણ માળનું મકાન હતું. ઘરનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો, જેના કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. પોલીસ ટીમની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. એસએસપીએ કહ્યું કે મહાનગરપાલિકાની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ બિલ્ડીંગની તપાસ કરશે. જો ઈમારતનો કોઈ ભાગ ક્ષતિગ્રસ્ત જણાશે તો તેને પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યાં આ ઘટના બની તે ગલીમાં અફડાતફડીનો માહોલ હતો. અચાનક બિલ્ડિંગનો ઉપરનો ભાગ પડી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.


આ પણ વાંચોઃ


Jamanagar:  બેંકની શાખાના લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળતા ચકચાર


‘મારી આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે’, સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ ગળાફાંસો ખાધો