હૈદરાબાદઃ લૉકલ પોલીસે એક ચોંકવનારી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદમાંથી પોલીસે એક સીરિયલ કિલરની ધરપકડ કરી છે. 45 વર્ષીય આરોપી પર એક-બે નહીં પરંતુ 18 મહિલાઓની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. જોકે, આ ઘટના પાછળ ચોંકવનારુ રહસ્ય પણ સામે આવ્યુ છે.


પોલીસ અનુસાર, 18 મહિલાઓની હત્યા કરનારો આરોપી પથ્થર તોડવાનુ કામ કરતો હતો. આ પહેલા પણ તેના પર 21 ગુનાખોરીના કેસ નોંધાયેલા છે. જેમાં 16 હત્યા અને બાકીના પ્રૉપર્ટી સંબંધિત કેસો સામેલ છે. અગાઉ આરોપી પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ચૂક્યો હતો. હવે પોલીસે તેની ફરીથી ધરપકડ કરી લીધી છે.

પોલીસ અનુસાર, 45 વર્ષીય આરોપીની 21 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા, પરંતુ તેની પત્ની અન્ય યુવક સાથી ગઇ. આ કારણોસર આરોપીના મનમાં મહિલાઓ પ્રત્યે ધૃણા પેદા થઇ અને તેને એક પછી એક 2003થી મહિલાઓની હત્યા કરવાનુ શરૂ કરી દીધુ.

આરોપી માત્ર મહિલાઓને જ પોતાનો શિકાર બનાવતો હતો, તે સૌથી પહેલા મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવવા પૈસા ઓફર કરતો હતો, બાદમાં તેમને દારુ પીવડાતો અને પછી મહિલાઓની હત્યા કરતો હતો. હત્યા કર્યા બાદ મહિલાઓનો સામાન પણ લઇને ભાગી જતો હતો. આ રીતે આરોપી 18 મહિલાઓને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. પોલીસની પકડમાં આવ્યા બાદ આરોપીએ પોતાના ગુનાનો સ્વીકાર કરી લીધો છે. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે.