નવી દિલ્હીઃ સંસદ ભવનની કેન્ટીમાં હવે સસ્તા ભોજનના દિવસો ગયા. આ કેન્ટીમાં મળનારી ખાવા પીવાની વસ્તુની કિંમતમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.


100 રૂપિયાની વેજ થાળી

લોકસભા સચિવાલયે ખાવા પીવાની વસ્તુનું નવું ભાવ પત્રક જાહેર કર્યું છે. તે અનુસાર વેજ થાળી હવે 100 રૂપિયામાં મળશે. હાલમાં તેની કિંમત માત્ર 30 રૂપિયા હતી. 16 રૂપિાયમાં મળનાર મિની થાળીની કિંમત વધીને 50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે 1 રૂપિયામાં મળનારી રોટલીની કિંમત 3 રૂપિયા અને 7 રૂપિયામાં મળનારા ભાતની કિંમત 20 રૂપિયા કરવામાં આવી છે. દક્ષિણ ભારતીય વ્યંજનોની એક પ્લેટ ઇડલી (20 પીસ)ની કિંમત 25 રૂપિયા જ્યારે મસાલા ઢોસાની કિંમત 50 રૂપિયા અને દહીં ભારતની કિંમત 40 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ચિકન બિરયાની પણ 100 રૂપિયામાં

નોન વેજ ખાનારા લોકો માટે પણ ખરાબ સમાચાર છે. ચિકન બિરાયનીના નવા ભાવ 100 રૂપિયા પ્રતિ પ્લેટ (બે પીસ) નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં તેની કિંમત 65 રૂપિયા પ્રતિ પ્લેટ હતી. જ્યારે મટન બિરયાનીની કિંમત 150 રૂપિયા પ્રતિ પ્લેટ નક્કી કરવામાં આવી છે. બીજી બાજુ ચિકન કરી (બે પીસ) 75 રૂપિયામાં જ્યારે મટન કરી (બે પવીસ) હવે 125 રૂપિયામાં મળશે.

સબસિડી થઈ ખત્મ

કિંમતમાં વધારાનું કારણ એ છે કે આ કેન્ટીનોમાં મળનારી વસ્તુ પર આપવામાં આવતી સબસિડી પૂરી રીતે ખત્મ કરવામાં આવી છે. થોડા મહિના પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ખુદ આ વાતની જાહેરાત કરી હતી. જોકે સબસિડી ખત્મ કરવાનો નિર્ણય વિતેલા વર્ષે જ લઈ લેવામાં આવ્યો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો. એક અંદાજ અનુસાર સબસિડી ખત્મ થવાથી વાર્ષિક અંદાજે 10 કરોડ રૂપિયાની બચત થશે.

આઈટીડીસીને મળ્યો કોન્ટ્રાક્ટ

આ કેન્ટીનમાં ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ હવે ઉત્તર રેલવેની જગ્યાએ આટીડીસી એટલે કે ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. આટીડીસી પર્યટન મંત્રાલય અંતર્ગત કામ કરનારી સંસ્થા છે. ઘણાં સમયથી સંસદમાં મળનારા સસ્સા ભોજનની સોશિયલ મીડિયામાં સરકાર અને સંસદની ટીકા થઈ રહી છે. જોકે હજુ સુધી ખાવાની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.