નવી દિલ્હીઃ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર કૃષિ કાનૂના વિરોધમાં આંદોલન કર રહેલા ખેડૂતો આજે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. તમામ કોશિશ છતાં દિલ્હી પોલીસ ખેડૂતોને લાલ કિલ્લા સુધી ટ્રેક્ટર લઇને જતા રોકવામાં નિષ્ફળ રહી હતી. ખેડૂતોએ 15 ઓગસ્ટે જ્યાં પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે ત્યાં પોતાનો ઝંડો ફરકાવ્યો હતો.


લાલ કિલ્લા પર થયેલા હિંસાનો આક્ષેપ ખેડૂત સંગઠનોએ પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર લગાવ્યો છે. જે ભાજપના ગુરુદાસપુરથી સાંસદ સની દેઓલનો ખાસ માણસ છે. પ્રધાનમંત્રી મોદી અને એક્ટર-સાંસદ સની દેઓલ સાથેની તેની તસવીર સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ છે.  દીપ સિદ્ધુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, લાલ કિલ્લા પર તેણે જ ઝંડો ફરકાવ્યો હતો. દીપ સિદ્ધુએ કહ્યું કે લાલ કિલ્લા પર ઝંડો તેણે જ ફરકાવ્યો છે. પરંતુ પોતોના પર લાગેલ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ ફગાવી દીધો હતો. તેણે કહ્યું કે, કેટલાક સંગઠનોના નેતાઓને નક્કી કરેલ રૂટને ફોલો ન કરવાની વાત પહેલા જ કરી હતી, પરંતુ ભારતીય કિસાન યુનિયનને આ વાતને નકારી કાઢી.



લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ  સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સીએ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.

ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા પર જવાનો કોઇ કાર્યક્રમ ન હતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગ રોડ પરથી લાલ કિલ્લા પર લઇ ગયો.

બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ગણતંત્ર દિવસને કહ્યો સ્વતંત્રતા દિવસ, સોશિયલ મીડિયા પર લોકોએ લીધો ઉધડો

ધોની અને પંત સાથે સાક્ષીએ શેર કર્યો ફોટો, પંતને ફેંસ પૂછી રહ્યા છે આવો સવાલ