નવી દિલ્લીઃ 9 હજાર કરોડના બેંક ડિફોલ્ટર્સને મુંબઈની વિશેષ અદાલતે ભાગેડુ જાહેર કર્યા છે. સમન્સ અને બિન જામીનપાત્ર વૉરંટ છતાં પણ તપાસ માટે હાજર ના થતાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે માલ્યાને ભાગેડુ જાહેર કરવાની માંગ કરતી પીટીશન વિશેષ અદાલતમાં કરી હતી. માલ્યાને સીઆરપીસીની કલમ 82 અંતર્ગત ભાગેડુ જાહેર કર્યા છે જેમાં માલ્યાને ED સમક્ષ હાજર થવા માટે 30 દિવસનો સમય મળે છે. આ પહેલા કોર્ટમાં આ મુદ્દે સુનાવણી દરમિયાન EDએ દલીલ કરી હતી કે માલ્યા મીડિયા મારફતે નિવેદનો આપે છે પરંતુ સામે આવતા નથી. માલ્યાએ પોતાની ભાગીદારી વાળી કેટલીક સંપત્તિ વેચી દીધી છે જે બતાવે છે કે માલ્યા સક્રીય રીતે કામ કરી રહ્યા છે પરંતુ EDથી બચી રહ્યા છે