માહિતી છે કે, સેનાની આતંકી સામેની અથડામણ ચાલુ છે, અને વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલા હોવાના રિપોર્ટ છે.
આ અથડામણ મોડી રાતથી શરૂ થઇ છે, સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલા વધ્યા છે. છેલ્લા થોડાક દિવસોથી આંતકવાદી પહાડી અને ખીણ વિસ્તારોમાં નાપાક હરકતોને અંજામ આપી રહ્યાં છે. જોકે સેના દ્વારા પણ આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
ગઇકાલે હિઝબૂલનો આતંકી ઝડપાયો હતો
ગઇકાલે જમ્મુમાંથી સુરક્ષાદળોએ ડોડા જિલ્લામાં એક્ટિવ હિઝબૂલ આતંકીની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકી પાસેથી એક રિવૉલ્વર મળી હતી. માહિતી પ્રમાણે, મંગળવારે સવારે ડોડામાં સેનાએ વિસ્તારના ટટનાના શેખપરામાં એક આતંકી છુપાયેલો હોવાન માહિતી મળી. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતુ.
સેના, અર્ધસૈનિક દળો અને જમ્મુ પોલીસે દ્વારા ચલાવવામાં આવેલી સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે વિસ્તારમાં છુપાયેલા આતંકીએખુદને ચારેય બાજુથી ઘેરાયેલો જોયો તો તેને ભાગવાની કોશિશ કરી, બાદમાં સેનાએ તેને પકડી લીધો હતો.
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ તનવીર અહેમદ મલિક તરીકે થઇ છે, અને તે છેલ્લા થોડાક સમયથી આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન માટે એક્ટિવ હતો. તેની પાસે સુરક્ષાદળોએ એક રિવૉલ્વર જપ્ત કરી હતી.