તિરુવનંતપુરમ: કોરોના મહામારીના રોકથામ માટે દેશભરમાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દરમિયાન કેરળમાં એક યુવતીએ લોકડાઉનનો સદઉપયોગ કરીને એ વધુ જ કરી બતાવ્યું જે તેમણે વિચાર્યું હતું.

કેરળની એમઈએસ કોલેજના બીજા વર્ષની એમએસસી બાયોકેમેસ્ટ્રીની વિદ્યાર્થિની અરાથી રઘૂનાથે છેલ્લા ત્રણ મહિનામાં 350 ઓનલાઈન કોર્સ પૂરા કર્યા છે. કોચિના એલમક્કારાની રહેવાસી વિદ્યાર્થિનીએ યુનિવર્સલ રેકોર્ડ ફોરમમાં વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. અરાથીએ લોકડાઉન દરમિયાન પોતાનો મોટાભાગનો સમય અભ્યાસમાં જ પસાર કર્યો હતો અને ઓલાઈન કોર્સ પર જ ધ્યાન આપ્યુ હતું અને એક વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે.

અરાથીના માતા-પિતાનું કહ્યું કે, અમને ગર્વ છે અમારી પુત્રી પર. અરાથીએ દુનિયાની વિખ્યાત યુનિવર્સિટીઓના ઓનલાઈન કોર્સ અરાથીએ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. જેમાં જહોન હોપકિન્સ યુનિવર્સિટી, વર્જિનિયા યુનિવર્સિટી, કોલોરાડો યુનિવર્સિટી, ન્યૂયોર્ક યુનિવર્સિટી જેવી સંસ્થાઓના કોર્સનો સમાવેશ થાય છે.