નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પર્મેનેંટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારી છે. પહેલા આ મર્યાદા 31 ડિસેમ્બર, 2019ના રોજ ખતમ થતી હતી પરંતુ હવે તેને લંબાવીને 31 માર્ચ, 2020 કરી દેવામાં આવી છે.

આઠમી વખત સરકારે આધારને પાન સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારી છે. 1 એપ્રિલ 2019થી ઈન્કમટેક્સ ભરવા માટે આધારને પાન સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.


PAN 10 કેરેકટર (આલ્ફા-ન્યુમેરિક) વાળી ઓળખ સંખ્યા છે, જે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આધાર 12 અંકોની યૂનિચ આઈડેંટિફિકેશન સંખ્યા છે, જેને UIDAI દ્વારા આપવામાં આવે છે. આધાર અને પાનને I-T વેબસાઇટ કે SMS દ્વારા લિંક કરી શકાય છે. PANને આધાર સાથે લિંક કરતી વખતે નામ અને જન્મ તારીખમાં કોઇ ભૂલ ન હોય તેની ખાતરી કરી લો.

ભારત પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર

દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીએ તોડ્યો 119 વર્ષનો રેકોર્ડ, જાણો કેટલું નોંધાયું તાપમાન

5Gને લઈ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Wisden: દાયકાની T-20 ટીમમાં કોહલી સહિત આ ગુજરાતી ક્રિકેટરને મળ્યું સ્થાન, જાણો વિગત