વિઝડને વિરાટ અંગે કહ્યું, કોહલીનો ઘરેલુ ટી-20 ટુર્નામેન્ટમાં રેકોર્ડ ખરાબ હોઈ શકે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સરેરાશ 53ની છે. જે આ દાયકામાં સર્વશ્રેષ્ઠ છે. તે સ્ટ્રાઇક રેટ સાથે થોડો બાંધછોડ કરે છે પરંતુ તેમ છતાં સારો સ્કોર કરવામાં સફળ રહે છે.
કોહલીને વિઝડને તેની વન ડે અને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન આપ્યું હતું. આ ઉપરાંત દાયકાના પાંચ સર્વશ્રેષ્ટ ક્રિકેટરોમાં પણ તેની પસંદગી કરી હતી. કોહલી ઉપરાંત સ્ટીવ સ્મિથ, ડેલ સ્ટેન, એબી ડિવિલિયર્સ અને એલિસે પેરી સામેલ છે.
વિઝડનની દાયકાની ટી-20 ટીમઃ એરોન ફિંચ (કેપ્ટન), કોલિન મુનરો, વિરાટ કોહલી, શેન વોટસન, ગ્લેન મેક્સવેલ, જોસ બટલક, મોહમ્મદ નબી, ડેવિડ વિલે, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા
ઈતિહાસમાં પ્રથમ વખત CMએ જનતા પાસેથી બદલો લેવાની વાત કહીઃ યોગીના નિવેદન પર પ્રિયંકાનો પ્રહાર
મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ કોંગ્રેસ ધારાસભ્યના શપથ ગ્રહણ દરમિયાન ગુસ્સે થયા રાજ્યપાલ, જાણો કારણ