નવી દિલ્લીઃ સરકારે આધાર કાર્ડ સ્કીમની ટેગલાઇનમાંથી 'આમ આદમી' શબ્દ દૂર કરી દીધો છે. આ નિર્ણય વિવિધ લોકોની માગ બાદ લેવામાં આવ્યો છે. માંગ કરવામાં દિલ્લી ભાજપના નેતા પણ સમાવેશ છે.

માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દિલ્લી ભાજપ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયને મોકલવામાં આવેલા 28 જૂનના પત્રમાં કહેવમાં આવ્યું છે કે, આધારની ટેગલાઇનમાંથી 'આમ આદમી કા અધિકાર' ને બદલીને 'મેરા આધાર , મેરી પહેચાન' કરી દેવામાં આવ્યું છે.

ઉપાધ્યાયે કહ્યું હતું કે, તેમણે 19 સપ્ટેમ્બર 2015 માં પ્રધાનમંત્રી કાર્યલયને એક અરજી મોકલીને ટેગલાઇન "આધાર ઇજ રાઇટ ઑફ કૉમન મેન" માં સુધારો કરવા માગ કરી હતી. કેમ કે, આધાર પ્રત્યેક ભારતીયોનો અધિકાર છે. તે ગરીબીની રેખાની નીચેનો હોય કે, આર્થિક રુપથી કમજોર હોય, કે મધ્યમ વર્ગનો હોય આધાર તમામ લોકો માટે છે.

યૂઆઇડીએઆઇની તરફથી આના માટે તાત્કાલીક કોઇ પ્રતિક્રિયા આપવામાં નહોતી આવી. પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, ટેગલાઇને 6 મહિના પહેલા બદલી દેવામાં આવી છે. ટેગલાઇન બદલવાને લઇને ચર્ચા આમ આદમી પર્ટી બન્યા બાદથી શરૂ થઇ ગઇ હતી.