નવી દિલ્લીઃ ઉતરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને લીધે નદીમાં પુર આવ્યુ છે. અને વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ચમોલી જિલ્લામાં 8 લોકોના નંદાકિની નદીમાં વહી જવાના સમાચાર છે. જ્યારે પિથૌરાગઢમાં 35 લોકોના કાટમાળ નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. નંદાકિની, અલકનંદા અને પિંડર નદીઓ ભયજનક સપાટી પર છે. ઘાટ એરિયામાં 8 લોકો નંદાકિની નદીમાં તણાયા છે. બાગેશ્વરમાં વરસાદને લીધે સરયૂ અને ગોમતીમાં જળસ્તર વધી રહ્યું છે.
કમાઉંના પિથૌરાગઢના જનપદમાં આખી રાત વરસાદ પડ્યો હતો. સડીડીહાટના સિંઘાળી ક્ષેત્રમાં બસ્તડી, દયાલકોટ ગૈરાડમાં તબાહીના દશ્યો જોવા મળી રહ્યા છે. ડિઝાસ્ટર વિભાગના કંટ્રોલ રૂમ દ્વાર 35 લોકોના દબાવાના સમાચાર મળી રહ્યા છે.