નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના વિદેશ મામલોના સલાહકાર સરતાઝ અજીજે એક વાર ફરીથી મુંબઈ હુમલા પર ભારત તરફથી મદદ ન મળવાનો રાગ આલોપ્યો છે. સરતાઝે કહ્યું હતું કે, પાકિસ્તાન આ મુદ્દે સતત કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારત તરફથી સકારાત્મક જવાબ ન મળતો હોવાનું કહ્યું છે.


સરતાઝ અજીજે કહ્યું હતું કે, પઠાણકોટ હુમલા પછી વાતચીત કેમ રોકવામાં આવી છે તે પાકિસ્તાનને સમજાતું નથી. હાલ બન્ને દેશોની બોર્ડર ઉપર સ્થિતિ નિયંત્રણમાં છે. બન્ને દેશોના વેપાર સ્થિતિ પણ યોગ્ય છે. જો ભારત એવું ઈચ્છતું હોય કે, સ્થિતિ સુધરી નથી, તો બગડી પણ નથી.

તેમને પીએમ મોદીના સમારંભને યાદ અપાવતા કહ્યું હતું કે, તેના પછી ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની વાતચીત એટલા માટે ભારતે રોકી કારણ કે પાકિસ્તાને કાશ્મીરી નેતાઓ સાથે વાતચીત કરી હતી. અજીજે આને પણ ભારતનું બહાનું બતાવ્યું હતું.