ચંદીગઢઃ પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી થઈ હતી. શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ નિકળતાં ભારે રાજકીય ઉત્તેજનાનો માહોલ થઈ ગયો હતો. શરૂઆતના ટ્રેન્ડ પોસ્ટલ વોટના આધારે છે તેથી તેમાં ફેરફાર થઈ શકે પણ શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ 16 બેઠકો પર આગળ હતી જ્યારે આમ આદમી પાર્ટી 20 બેઠકો પર આગળ હતી. શિરોમણી અકાલી દળ અને બસપાના ગઠબંધન 4 બેઠકો પર જ્યારે ભાજપ-કેપ્ટનનું જોડાણ 1 બેઠક પર આગળ હતું.


પંજાબ માટે મતદાન 20 ફેબ્રુઆરીના રોજ થયું હતું. તે પછી EVMને સ્ટ્રોગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા.


પંજાબમાં કોંગ્રેસ સત્તા બચાવવા માટે જૂથબંધી સહિતના પડકારોનો સામનો કરી રહી છે. બીજી તરફ અકાલી દળ 5 વર્ષ પછી સત્તામાં પરત ફરવા માટે આતુર છે. આમ આદમી પાર્ટી લોકોના મનમાં ફેરફારના ભાવને વોટમાં ટ્રાન્સફર કરીને સરકાર બનાવવાની કોશિશમાં છે. બીજી તરફ ભાજપ પણ પ્રથમ વખત પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહની સાથે મળીને મેદાનમાં ઉતરી છે.


પંજાબમાં ચાલી રહેલી ચૂંટણીનું આજે પરિણામોનો વારો છે. રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, પંજાબમાં સત્તારૂઢ કોંગ્રેસને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) તરફથી સખત પડકારનો સામનો કરવો પડ્યો. એક્ઝિટ પોલના પરિણામોમાં AAP સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસના પંજાબ યુનિટના નેતાઓ પાર્ટીની જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માનએ પણ દાવો કર્યો છે કે તેમના નેતૃત્વમાં સરકાર બનશે.


શિરોમણી અકાલી દળ (SAD)ના વડા સુખબીર બાદલે દાવો કર્યો છે કે તેમની પાર્ટીએ 80થી વધુ બેઠકો જીતી છે. આ વખતે SAD બહુજન સમાજ પાર્ટી (BSP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે.