ચંદીગઢઃ સરહદ પર આવેલા ભોઆ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનોદ કુમારે આરોપ લગાવ્ય છે કે, તેને પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા જમા કરાવી અથવા ઘરે બેસી જવા કહેવામાં આવ્યું છે. જો કે પાર્ટીએ આરોપોનું ખંડન કર્યું છે. તેમણે આ ખુલાસો પ્રેસ કૉન્ફ્રન્સમાં કર્યો હતો. ભોઆ પાઠાણકોટ જિલ્લામાં આવેલ છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ કુમારે જણાવ્યું હતુ કે, તેમણે પંજાબમાં પાર્ટીના પ્રભારી સંજય સિંહ અને સંગઠન સચિવ દુર્ગેશ પાઠકે ચંડીગઢ કાર્યાલયમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, કુમારે કહ્યું. કે, "મે જ્યારે પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાત કરવા કહ્યું તો. સંજય સિંહે કેજરીવાલને ફોન લગાવી આપ્યો અને જ્યારે મે તેમને જણાવ્યું કે મારી પાસે 1 કરોડ રૂપિયા માંગવામાં આવી રહ્યા છે તો તેમણે કહ્યું કે તેજ કરો જે સંજય સિંહ કહી રહ્યા છે.

કુમારે આરોપ લગાવ્યો છે કે "કેજરીવાલે કહ્યું કે, આ હાઇટેક ચુંટણી છે તેમા રૂપિયા ખર્ચ થાય છે." મહત્વની વાત એ છે કે પૂર્વ પત્રકાર વિનોદ કુમારે આ આરોપ ટિકિટ મળ્યા બાદ લગાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, સંજય સિંહે કહ્યું કે જો તે પૈસા આપી શકે તેમ ના હોય તો પાર્ટીએ અત્યાર સુધી પ્રચાર અભિયાનમાં ખર્ચ થયેલા 30 લાખ પરત કરી શકે છે. જો કે આમ કરવા તેમણે પારિવારીક કારણ આપી સીટ છોડવી પડશે.

આરોપને પડકાર આપતા સંજય સિહં કહ્યું કે, "જો કોઇ પૈસા માંગવાની વાત સાબિત કરી આપે તો રાજનીતિ જ નહી સાર્વજનિક જીવન છોડી દઇશ"